ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 13

(133)
  • 4k
  • 10
  • 2.8k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-13 રાવલપિંડી, પાકિસ્તાન "ભાઈજાન, પેલા મોબાઈલ વાળાના ઘરમાં હમણા ત્રણ લોકો એ એન્ટ્રી લીધી છે..એમનું શું કરવાનું છે?" માધવ,નગમા અને દિલાવરે જેવી બલવિંદરના ઘરમાં એન્ટ્રી લીધી એ સાથે જ એક વ્યક્તિએ ઈકબાલ મસૂદને આ વિષયમાં જાણકારી આપી. "તાહીર, એ ઘરમાં આપણે જોઈ આવ્યા હતાં પણ આપણને કાંઈ નહોતું મળ્યું." મસૂદનો કકર્ષ અવાજ ફોન કરનારા તાહીરના કાને પડ્યો. "તું એ લોકોને અત્યારે કંઈ ના કરીશ, એમને એ ઘરમાં જે શોધવું હોય એ શોધવા દે. તારે અને મિર્ઝાએ એ લોકોને કોઈ જાતનું નુકશાન પહોંચાડ્યા વિના ચોવીસે કલાક એમનો પીછો કરવાનો છે. એ લોકો ક્યાં જાય છે અને કોને મળે