લવ રિવેન્જ - 34

(77.4k)
  • 9.5k
  • 5
  • 4.6k

લવ રિવેન્જ પ્રકરણ-34 એક ખાસ નોંધ: આ ચેપ્ટરનો અંત મારાં પરમમિત્ર- શ્રી વિકટ “સુદર્શન” દ્વારા લખવામાં આવ્યો છે. આ ચેપ્ટર સહીત લવ રિવેન્જનાં ઘણાં ચેપ્ટર્સના તેઓ એડિટર પણ છે. ***** “ધૂમ મચાલે....! ધૂમ મચાલે....! ધૂમ મચાલે....! ધૂમ....!” જેવાં જોશથી ભરેલાં સોંન્ગ ઉપર નારાયણગુરુ કોલેજનાં સ્ટુડન્ટ્સ ગ્રુપે ધમાકેદાર ડાન્સ પર્ફોમન્સ આપ્યું. સાતેક દિવસ ચાલનારાં યૂથ ફેસ્ટિવલનાં ઇવેન્ટનું આયોજન ગુજરાત યુનિવર્સિટીનીજ સંલગ્ન એલડી કોલેજનાં વિશાળ ગ્રાઉંડમાં કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત યુનિવર્સિટી હેઠળ આવતી હોય એવી અમદાવાદની લગભગ વીસથી વધુ કોલેજનાં સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. વિશાળ લંબચોરસ સ્ટેજને રંગબેરંગી સ્પોટલાઇટ્સથી સજાવાયું હતું. સ્ટેજની ડાબી બાજુ બેકસ્ટેજનાં રેડ પડદાંની જોડે કોર્નરમાં ઇવેન્ટનું