વ્હાલ નું પ્રતિબિંબ

(12)
  • 3.4k
  • 798

વ્હાલ નું પ્રતિબિંબ (ડૉ. નિલેષ ઠાકોર) “પપ્પા તમે આંખો ખોલતા નહીં હો ! હું સંતાઈ જાઉં પછી જ આંખો ખોલજો, જુઓ પપ્પા તમારી આંખો સહેજ સહેજ ખુલ્લી છે.” “હા બેટા, હું આંખો નહીં ખોલું, તું સંતાઈ જાય પછી જ ખોલીશ. બસ!” “પપ્પા, હું સંતાઈ ગઈ છું, હવે મને શોધવા આવો.” *********************** મેડિકલ કોલેજ ની ખુશનુમા સવાર નું દ્રશ્ય. કોલેજ ની બહાર આવેલા બગીચા ના લીલાછમ ઘાસ માં હજુ ઝાકળ ની ભીનાશ વર્તાતી હતી. ખીલેલા ફૂલો ની આછી ખુશ્બુ ચોમેર પ્રસરીને વાતાવરણને મહેંકાવી રહી હતી. ક્યાંક રંગબેરંગી પતંગિયાઓ ની ઊડાઊડ તો ક્યાંક ભ્રમરો નું ફૂલરસપાન વાતાવરણ ને એકદમ આહલાદક બનાવી