એક અટવાતી રાત - દિવ્યેશ ત્રિવેદી

  • 2.4k
  • 1
  • 764

ટેલિફૉન કેટલી વાર સુધી રણકતો જ રહ્યો. અંજની ઊભી ન થઈ. ટેલિફૉનની ઘંટડી વાગતી બંધ થઈ ગઈ અને અંજનીએ એક ઊંડો શ્વાસ લીધો. સહેજ વિરામ પછી ફરીને ટેલિફૉન રણક્યો. થોડી વાર ઘંટડી વાગી. અંજનીએ હાથમાંનું મેગેઝિન ફેંકીને ટેલિફૉન લીધો. ‘હેલો’ ‘આસીત છે?’ ‘નથી…’ ‘ક્યારે આવશે?’ ‘ખબર નથી…’ સામે છેડેથી ફોન મૂકવાની રાહ જોયા વિના જ અંજનીએ ફોન મૂકી દીધો. પાછી એ સોફા પર આવીને બેઠી. મેગેઝિન હાથમાં લઈને પાનાં ફેરવવા માંડી કોઈ પણ લેખ વાંચવાનો મૂડ નહોતો. એણે વારાફરતી જાહેરખબરો જોવા માંડી. પંખાની, ટેલ્ક્મ પાવડરની સાડીઓની, સીગારેટની અને કુટુંબ નિયોજનની….. અને ટેલિફૉન ની ઘંટડી વાગી…….. અંજની ઊભી ન થઈ. પણ