નસીબ નો વળાંક - 5

(66)
  • 4.5k
  • 1
  • 2.1k

"ખુલાસો" નદીએ કપડાં ધોવા ગયેલી માલધારણ રાજલ જ્યારે પાછી નેહડે આવે છે ત્યારે અનુરાધા ને પેલા નાનકડા ઘેટાં નાં બચ્ચાં ને રમાડતા જોઈ પોતે રડવા લાગે છે. રાજલ ને રડતા જોઈ સુનંદા એના રડવાનું કારણ પૂછે છે.... ચાલો જોઈએ રાજલ શું ખુલાસો કરે છે.હવે આગળ, રાજલ રડતાં રડતાં હજુ ખુલાસો કરવા આગળ વધે એ પહેલાં ત્યાં માલધારી પણ માલ નાં ધણ (ઘેટાં બકરાં)ને લઈને આવી ગયો અને બૂમ પાડી કહેવા લાગ્યો,' ચાલો હવે, આ ધણ ને એની જગ્યાએ ભરતી કરવામાં મદદ કરો અને જલ્દી મારું ભાથું તૈયાર કરો.... હજુ ત્યાં થોડો માલ ચરે છે..