યોગ-વિયોગ - 71

(356)
  • 16.6k
  • 13
  • 8.8k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૧ એ મુખ્ય દરવાજા પાસે આવી, વૈભવીએ આરતીનો થાળ લઈ એને વધાવી. પાણીનો લોટો લઈ એને પોંખી અને બારણાની બંને તરફ તેલ રેડી એને અંદર આવવાનો ઇશારો કર્યો. ‘‘એક મિનિટ... એક મિનિટ... એક મિનિટ...’’ લજ્જા અને અંજલિ એકબીજાનો હાથ પકડી દરવાજો રોકીને ઊભાં રહી ગયાં. શ્રેયા કંઈ બોલે એ પહેલાં અંદરના ટેલિફોનની રિંગ વાગી. ‘‘હલ્લો...’’ અભયે ફોન ઉપાડ્યો. અંજલિ અને લજ્જા હજી અહીં તોફાન કરી રહ્યાં હતાં. હાથમાં એક હજારની નોટ લઈને અલય ગોળ ગોળ ફેરવી રહ્યો હતો... એ નોટ લેવા માટે અંજલિ અને લજ્જા અલયનો હાથ ફરે તેમ ઝૂટવવાનો પ્રયત્ન કરતા