પ્રેમીપંખીડા - ભાગ 8

(15)
  • 3.6k
  • 2
  • 1.3k

પ્રકરણ 7 મા આપણે જોયું કે મન માનવી અને તેના મિત્રોની ગરબા સ્પર્ધાની તૈયારી થઈ ચૂકી હતી અને બધા ખૂબ જ ઉત્સાહમા હતા પરંતુ મન તો માનવી ને ચણિયાચોળીમાં જોવા માટે ઉત્સાહ હતો, હવે આગળ.......______________________________________જે દિવસે કોલેજમાં ગરબાની સ્પધૉ હોય છે, બધા કોલેજ આવી જાય છે, હવે મનના ઈંતજારનો અંત થવાનો હોય છે. માનવી આજે ચળીયાચોળી પહેરીને આવવાની હોય છે. મન અને તેના બધાં મિત્રો કોલેજ આવી ગયા હોય છે પરંતુ , માનવી હજી આવી હોતી નથી. મન માનવીને ફોન કરીને કહ્યું, ક્યાં છે યાર માનવી તું?? અમે બધાં આવી ગયા છીએ ખાલી તું જ નથી આવી. જલ્દી આવ હવે.