મધુરજની - 15

(98)
  • 4.5k
  • 3
  • 3.3k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧૫ સ્થાનનો પ્રભાવ પડે જ. હરદ્વારના રોકાણ દરમ્યાન માનસીને પરમ શાંતિનો અનુભવ થયો. આખો અતીત જાણે કે ભુલાઈ ગયો.. મંદિરો અને આશ્રમોના વાતાવરણને પરમ તત્વમાં લીન કરી, ગંગાની અસ્ખલિત જળધારાએ તેને ઘેલી કરી. સાવ નાવી જ માનસી બની ગઈ. મેધને એક રીતે શાંતિ થઈ. થયું કે અહીં આવ્યાં એ સારું જ થયું. આત્મઘાત કરવા તૈયાર થયેલી માનસી સાવ બદલાઈ જ ગઈ. આ રૂપ તેને ગમ્યું, આશ્વાસનરૂપ લાગ્યું.તેની મનોદશા પણ ક્યાં સારી હતી? તે પણ ખૂબ અકળાયેલો હતો, મુંઝાયેલો હતો. એમ એ.નાં પરિણામની ખુશી પણ ઝાઝો સમય નાં ટકી, તેના ચહેરા અને મન પર. તેને લગ્ન