ભયરાત્રિ - 3

(26)
  • 2.8k
  • 914

20 તારીખે અમાસ ની રાત્રે હું, નરેન્દ્ર બાપુ અને રવિ અમે ત્રણે જણ સાડા 11 વાગ્યે ભસ્મીભૂત થયેલી રિફાઇનરી ની સામે તાકીને જોઈ રહ્યા હતા. "રવિ, હવે તું પહેલા અંદર જા, હું અને વિજુ અહીં ગેટ પાસે ઉભા છીએ. તને ત્યાં કાંઈ પણ પેરાનોર્મલ એક્ટિવિટી થતી દેખાય એટલે હળવે પગલે અહીં આવી પછી અમને ઈશારો કરજે. અમે આવી જશું." બાપુ એ રવિ ની પીઠ દબાવીને કહ્યું. રવિ થોડો ડર્યો, "બાપુ મને થોડો ડર લાગે છે. હું એકલો નહિ જઉં." "રવિ, બાપુ જેમ કહે છે તેમ કર, અમે તારી સાથે જ છીએ દોસ્ત. અમે તારો વાળ પણ વાંકો નહિ થવા દઈએ." મેં થોડી હિમ્મત આપતા