શ્રાપિત ખજાનો - 9

(47)
  • 6.4k
  • 4
  • 3.3k

ચેપ્ટર - 9 વિક્રમ અને રેશ્મા બંને કબરને તપાસી રહ્યા હતા. કબરમાં જે વ્યક્તિ અનંત નિદ્રામાં પોઢેલો હતો એ રાજા જ હતો એની આ બંનેને ખાતરી થઇ ગઇ હતી. પણ રાજા કોણ હતો એ એ બંને જાણતા ન હતા. એટલામાં વિક્રમનું ધ્યાન એ કંકાલના હાથો પર ગયું. એ કંકાલના હાથ છાતી પર હતા અને બંને હાથની હથેળીઓ વચ્ચે એણે કંઇક પડેલું હતું. એ એક કાગળ હતો જે રોલ કરીને વાળેલી અવસ્થામાં રાખવામાં આવ્યો હતો. એ કાગળ પણ આ કંકાલની જેમ સદીઓ જૂનો લાગતો હતો. વિક્રમે એ કાગળ એ કંકાલના હાથમાંથી છોડાવ્યો. અને એ કાગળને ખોલીને જોયો.