ઉંબરો ઓળંગી ગઈ…. – દિવ્યેશ ત્રિવેદી

  • 1.9k
  • 546

પૂર્ણ ચન્દ્રને ભેટવા ઉછળતાં મોજાં પથ્થરો પર અફળાઈને કારમો ચિત્કાર કરી શમી જતાં હતાં. તેમના રુદનથી જાણે પથ્થરો ભીના થઈ જતાં હતાં – છતાં પણ એ મોજાંને આશા હતી – શ્રદ્ધા હતી કે ‘કરતાં જાળ કરોળિયો’ વારંવાર જઈશું – ભલે પથ્થર રોકે – ચન્દ્રને મળીશું – રાત્રિ વીતે તે પહેલાં! કેવી ઘેલછા હતી? મોજાં અને ચન્દ્રની વચ્ચે રહેલા પથ્થરનું આ કૃત્ય જોઈને બારીમાં ઊભેલી શીલુ વિષાદની હાજરીમાં પણ સહેજ હસી જતી – પરંતુ પાછી પૂર્વવત ગંભીર થઈ જતી – રોજ આમ જ કલાકો વીતતા – એકલવાયું ઘર – એકલવાયું મન અને એકલવાયું જીવન – પતિ પરદેશ ગયો –