કાળિયા ઠાકર

(25)
  • 3.3k
  • 1
  • 1.3k

દ્વારકા આમ તો સાવ નાનકડું શહેર છે. પગે ચાલીને આખાય દ્વારકાની પ્રદક્ષિણા તમે કરી શકો. જોકે ચારધામ યાત્રા નુ આ એક ધામ હોવાથી બારેય મહિના આ શહેર ધબકતું રહે છે. રાત્રે બે વાગ્યે પણ તમને અહીં માણસો હરતા ફરતા દેખાય. એકદમ જાગતું શહેર !! આ દ્વારકાના બજારમાં આવેલી બ્રાંચ પોસ્ટ ઓફિસ માં પોસ્ટ માસ્તર તરીકે મારી બદલી થયેલી. સવારે 8 થી 12 અને સાંજે 3 થી 6 મારી ડ્યુટી રહેતી. કામનું અહીં એટલું બધું દબાણ નહોતું. પ્રસાદના પાર્સલો અને મની ઓર્ડર નું કામ ખાસ રહેતુ. સવારે જે પણ ટપાલો આવતી અને ટેલીગ્રામ ઉતરતા એ બધા એરીયા પ્રમાણે ગોઠવી ને મારો