સરનામે ન પહોંચેલો એક પત્ર

(14)
  • 2.9k
  • 926

સરનામે ન પહોંચેલો એક પત્ર (ડૉ. નિલેષ ઠાકોર) શનિવાર ના બપોરના 12:30 વાગ્યા નો સમય. બધા જ વિદ્યાર્થીઓએ સવારથી મનમાં સાચવેલો એકાગ્રતા નો જથ્થો જાણે ધીમે ધીમે ખૂટી ને તળિયા ઝાટક થઈ ગયો હતો. એમના કાન શિક્ષક દ્વારા કહેવાતા શબ્દો ને સાંભળવા કરતાં બેલના રણકાર ને સાંભળવા આતુરતા પૂર્વક સરવા થઈ ગયા હતા. બેલ વાગ્યો અને ક્લાસ રૂમ માં છવાયેલી નીરવ શાંતિએ બાળકો ના કિલ્લોલ અને કોલાહલ ના લીધે પોતાની ચાદર સમેટી લીધી. બધાના ચહેરા પર એક અનેરો આનંદ હતો અને વળી કેમ ના હોય? રવિવાર ની રજા ની મજા જો લૂંટવાની હતી. સ્કૂલ બસ માં ગોઠવાયેલા સહુ કોઈના