વિપરીત કાટલાં – દિવ્યેશ ત્રિવેદી

  • 2k
  • 1
  • 622

છેલ્લે અજયના લગ્નમાં અમે કુસુમમાસીને ત્યાં ગયાં હતાં. એ વાતને છ-સાત મહિના થઈ ગયા. એમનો એકનો એક દીકરો અજય પરણતો હતો અને એકની એક દીકરી જ્યોતિ છેક છેલ્લા દિવસે સાસરેથી આવી હતી. પરંતુ કુસુમમાસીને એ વાતનું દુઃખ નહોતું. ઊલટું એ તો ગૌરવ લેતાં હતાં. કોઈકે કહ્યું કે એકના એક ભાઈનાં લગ્ન છે. અને જ્યોતિ હજુ આવી નથી એ ઠીક ન કહેવાય. તરત જ કુસુમમાસી બોલી પડ્યાં હતાં, “મારી જ્યોતિ એક દિવસ પણ ઘરની બહાર જાય તો એનાં સાસરિયા અડધા અડધા થઈ જાય છે. જાણે અંધારું ઊતર્યું હોય એવું એમને લાગે છે. જ્યોતિનાં સસરા પથારીવશ છે અને જ્યોતિ વગર કોઈના