યોગ-વિયોગ - 76 - છેલ્લો ભાગ

(729)
  • 39.7k
  • 35
  • 10.1k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૬ નીરવ, રિયા અને લક્ષ્મી જ્યારે મુંબઈ એરપોર્ટ પર ઊતર્યાં ત્યારે રિયાને રહી રહીને ભાગી છૂટવાની ઇચ્છા થતી હતી. દર બીજી મિનિટે એને એક જ વિચાર આવતો હતો અને એ હતો, વિષ્ણુપ્રસાદ ચોકસીના ગુસ્સાનો વિચાર... નીરવ અને લક્ષ્મી જે રીતે અમેરિકામાં લગ્ન કરીને અહીં આવ્યાં હતાં એ પછી જે આગ લાગવાની હતી એની તમામ માનસિક તૈયારી સાથે રિયા મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતરવા માગતી હતી, પણ એના હૃદયમાં બેસી ગયેલી દહેશત એને વારે વારે એ પરિસ્થિતિમાંથી ભાગી છૂટવા ઉશ્કેરતી હતી. જોકે એ ભાગી શકે એમ નહોતી... વોક થ્રૂ ચેનલમાંથી સામાન લઈને એ