મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 7

  • 3.4k
  • 1k

ટીનએજ અને એ દીકરી ધોરણ ૯ માં પોતાના વર્ગ શિક્ષકનો જન્મદિન હોશભેર ઉજવતી વખતે સ્પીચ આપતા આપતા રડી પડી...કહે કે મને એક મા મળી ગઈ.મારું જીવન ધન્ય થઇ ગયું.વર્ગ શિક્ષકને પણ નવી લાગી.કે અરે આ શું?આટલી લાગણી આ દીકરી મારા માટે અનુભવતી હતી? અલબત એ ખબર હતી કે એ દીકરીને મારા પ્રત્યે ખુબ લગાવ.વર્ગમાં આમ તો હમેશ બીજા શિક્ષકોનો ઠપકો જ સહન કરતી હોય.કારણ કે એ અતિ ઉત્સાહી..કોઈ પણ શિક્ષકનું કઈ પણ કામ કરવું એને ખુબ ગમે.ઉપરાંત દરેકનું ધ્યાન પોતાના તરફ ખેચવું પણ એને ગમે એવો સ્વભાવ એનો.અત્યારે આપને એને માહી નામ આપીએ.એ શિક્ષક તે હું પોતે.શાળામાં શિક્ષકોના જન્મદિન ઉજવવાની