પારકું સપનું – દિવ્યેશ ત્રિવેદી

  • 1.3k
  • 1
  • 430

લોકલ ટ્રેનની ગતિ સાથે કેતવના વિચારોની ગતિનો મેળ બેસતો નહોતો. ઘડીકમાં વિચારો આગળ નીકળી જતા હતા તો ઘડીકમાં લાગણીઓ સડસડાટ દોડતી હતી. ટ્રેન ગમે ત્યાં વનવગડામાં ઊભી રહી જતી તો એને એવું લાગતું કે જાણે બધું જ થંભી ગયું છે. એમ તો એને ખબર હતી એ અમદાવાદ જઈ રહ્યો છે. મામાને ઘેર રહીને ભણવાનું છે. માતા-પિતાનું સ્વપ્ન એણે પૂરું કરવાનું છે. એકનો એક દીકરો છે. શિક્ષક માતા-પિતાની તીવ્ર ઈચ્છા એકના એક દીકરા કેતવને એમ.બી.એ.નો અભ્યાસ કરાવીને કોઈક મોટી કંપનીમાં મેનેજર તરીકે જોવાની છે. બહુચરાજી જેવા મધ્યમ કક્ષાના ગામની સ્કૂલમાંથી સારા ટકાએ એસ.એસ.સી. પાસ કર્યા પછી એના શિક્ષક