લવ રિવેન્જ - 35

(77.6k)
  • 11.3k
  • 8
  • 4.5k

લવ રિવેન્જ પ્રકરણ-35 લગભગ એક વર્ષ પહેલાં ………(કોલેજનું બીજું વર્ષ) “ઘર્ર્રરર......! ઘર્ર્રરર......! ઠસ......!” “અરે ધત.....! આ એકટીવાની તો....!” મસ્ત મજાના ઘૂંટણથી ઊંચા ઝૂલવાળા સ્લીવલેસ શોર્ટ બ્લેક ડ્રેસમાં તૈયાર થઈને કોલેજ જઈ રહેલી લાવણ્યાનું એકટીવા અડધે રસ્તે બંધ પડી ગયું. ચિડાયેલી લાવણ્યા બબડાટ કરતી-કરતી એકટીવા ઉપરથી નીચે ઉતરી. એકટીવાનું સ્ટીયરીંગ પકડી રાખીને લાવણ્યાએ એકટીવા રોડની સાઈડે લગાવ્યું અને પોતે રોડની સાઈડે બનેલી પેવમેન્ટ ઉપર ઉભી રહી. “જયારે....! ઉતાવળ હોય.....!” એકટીવાને ડબલ સ્ટેન્ડ કરતાં-કરતાં લાવણ્યા એવાંજ અકળાયેલાં અવાજમાં બોલી “ત્યારેજ..... આના ડખાં હોય છે....!” એકટીવાની કિકને પગ વડે દબાવીને લાવણ્યા હવે એકટીવા ચાલુ કરવનો પ્રયત્ન કરવાં લાગી. “ચાલુંથા ને ચાલું થા.....!”