મધુરજની - 20

(98)
  • 5.5k
  • 3
  • 3.1k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૨૦ માનસીએ જોયું તો સોનલદેનાં કંઠે એવી જ માળા હતી, તેણે પહેરી હતી, ગઈ કાલે પતિએ ભેટમાં આપી હતી એવીજ! સરસ મજાની ઝૂલતી હતી. અવાક થઈ ગઈ માનસી? શું મેધે આને પણ આપી હશે, અથવા એણે જ ..લેવડાવી હશે, મેધ પાસે? તેને એ પળે સખી રહસ્યમય લાગી. ‘આવ ...માનસી, શું બાઘા જેવી બની ગઈ? મારે તારી સાથે ઘણી ઘણી વાતો કરવી છે. અને આ માળા ક્યાંથી ખરીદી? અડલ મેં પહેરી છે એવી? સોનલદે એ ચકિત થઈને કહ્યું. અને ખરેખર તો મેધ ચકિત થઈ ગયો. ખરી છે આ છોકરી? તેણે જ ખરીદી આણી આ માળા અને