મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 8

  • 3.7k
  • 1.5k

એક અનોખો વિજ્ઞાન ખંડ “આજે શિક્ષકની જરૂર નથી,પણ આજના સ્માર્ટ યુગમાં સ્માર્ટ પેઢી માટેના વિદ્યાર્થી માટે શિક્ષકે માત્ર ફેસિલિટેટર જ બની રહેવું જોઈએ.” ગત વર્ષ કરેલ ગણિત ખંડની રજૂઆત રાષ્ટ્રીય કક્ષાએ સંશોધન સ્વરૂપે કરી, અને ત્યાં ઉપસ્થિત બીજા રાજયના નિર્ણાયકો તેને ખૂબ વધાવી, જાહેરમાં ઉપર મુજબ અંગ્રેજીમાં કહ્યું (જે માતૃભાષા પ્રેમી એવી ને વિદેશી ભાષામાં નાસમજ હું મુંજાઈ !!પણ ફેસિલિટેટર શબ્દ સમજી શકી ને બાકીનું બીજા અંગ્રેજી મધ્યમના શિક્ષકે ભાષાંતર કરી આપ્યું!!)ત્યારબાદ શિક્ષકોની રાજય કક્ષાની તાલીમમાં પણ એ વાત સહુ શિક્ષક મિત્રોને ખૂબ ગમી. ત્યારે ત્યાં બેઠા બેઠા જાણે ઉકેલ મળી ગયો. વર્ગખંડમાં અનેક સમસ્યાઓ વચે પણ હમેશ કઈક