રાત્રિ ના લગભગ ૧૨ વાગ્યા હશે. હું ઘર માં એકલો હતો. આ મૌસમ પણ જાણે આજે એકદમ બેદર્દ બની ગયો હતો. કડકા ભડાકા સાથે વીજળીઓ આકાશ માં ચમકતી હતી, હવાઓ પણ જાણે આજે બધુ તહેસ નહેશ કરી નાખવા માંગતી હતી, વહેતી હવાઓ ના અવાજ થી જાણે એક બિહામણો માહોલ બની ગયો હતો અને આ વરસાદ તો જાણે આજે ઊંચી ઇમારતો ને પણ ડૂબાડવા ના ઇરાદા સાથે મુશળધાર વરસી રહ્યો.અને એક આ આપણો વીજ વિભાગ, જાણે થોડો વરસાદ શું વરશે, સલામતી ના કારણ થી વીજ પુરવઠો જ બંધ કરી દે. સાલુ કોની સલામતી આપડી કે એમની કઈ ખબર નથી પડતી. આવા