સૌભાગ્યવતી

(25)
  • 6.5k
  • 2
  • 2.2k

બંગલો એવો સુંદર મજાનો બનાવવામાં આવેલ અને તેની અંદરના શયનખંડમાં પલંગની ગોઠવણ પણ એવી સુંદર મજાની કરેલ હતી કે, પલંગમાં સૂતાં સૂતાં કાચની બારીઓમાંથી કુદરતી વાતાવરણની સાથે આંગણામાં થયેલ મોટા લીમડાની ડાળીઓ હવાના ઝોકા સાથે ઉડતી અને જાણે બારીના કાચ સાથે મિલન કરવા મથતી હોય એવો નજારો લાગતો હતો. સુંદર મજાનો આકાશનો નજારો પણ એટલો સુંદર દેખાતો હતો. ઝાડ પરના પંખીઓ પણ ઉડાઉડ અને કિલ્લોલ કરતા દેખાતા હતાં.આજે ઘરમાં પણ કોલાહલ નો દિવસ હતો, બધા ચાતક નજરે આજે બપોરના સમયેવિદેશથી આવનાર સૌથી નાનો દીકરો અને અને તેની વિદેશી પત્ની નેન્સી અને નરેન્દ્ર ની રાહ જોઈ રહ્યા હતા લગભગ પાંચ-છ વરસ અગાઉ નરેન્દ્ર અમેરિકા ગયો હતો અને ત્યાં જ વિદેશી સ્ત્રી નેન્સી સાથે લગ્ન કરેલ હતું. અવારનવાર જણાવતો તેને લઈને આવવું છે-આવવું છે, પરંતુ તેના સંજોગોને