પરિણતિ - દિવ્યેશ ત્રિવેદી

(8.5k)
  • 1.9k
  • 812

પલંગમાં પડ્યાં પડ્યાં એણે મેગેઝિનનાં પાનાં ત્રણેક વાર ઉથલાવ્યાં. એક અક્ષર પણ વાંચ્યો નહોતો. એ પોતાની જ જાતને પૂછતી હતી કે મેગેઝિનમાં શું છે? પણ એની પાસે જવાબ નહોતો, કારણ કે મેગેઝિન એના હાથમાં હતી, પણ એ ખુદ એના હાથમાં નહોતી. ખરું પૂછો તો આજે એ ક્યાંય નહોતી. એનું આખું અસ્તિત્વ ખંડ ખંડ થઈ ગયું હતું. ઘડીકમાં એ દસ વર્ષ પહેલાંના ભૂતકાળમાં લટાર મારી આવતી હતી તો ઘડીકમાં ભવિષ્યનો અંધકાર ફેડવાની મથામણ કરતી હતી, આજે એની સ્વસ્થતાની નિરાંત એકાએક કડડભૂસ થઈ ગઈ હતી. એને નિમિષના શબ્દો યાદ આવ્યા, “સુરભી, સાચું કહું તો સ્વસ્થ રહેવાનું હું તારી પાસેથી