અમાસનો અંધકાર - 28

  • 2.7k
  • 2
  • 1.2k

શ્યામલીની નિરાશ જીંદગી ધીમે ધીમે આગળ વધી રહી છે. કોઈ ફરિયાદ ,હરખ કે શોખ .. બધું જ મૌન બની ગયું છે..એ નજરથી વાતો કરતી. બધે જ નજર રહેતી પણ બોલતી ઓછું. બધાને સાચવતી પણ પોતાની વાત આવે તો જણાવતી ઓછું..હવે આગળ... એક દિવસ શ્યામલી હવેલીના મંદિરને પગથિયે બેઠી બેઠી કાળિયા ઠાકોરને જોઈ વિચારે ચડી છે કે રૂકમણીબાઈને માથું ટેકવતા અને હાથ જોડતા જુએ છે તરત જ એને ચમકારો થાય છે કે એના લગ્નના દિવસે જ્યારે એ વેલડામાંથી ઉતરે છે ત્યારે કોઈ બુઝુર્ગ એ બેયને આશિષ આપતો હતો. એ આદમીએ બે હાથ જોડી કંઈક સમજાવવાની કોશિશ પણ કરી હતી. એ