હર્ષનાં આંસુ

(11)
  • 3.3k
  • 1.3k

" હર્ષનાં આંસુ "આજે રિધમ ખૂબ ખુશ હતી. બરાબર છ મહિના પછી તે અનિષને જોઈ શકી હતી પહેલા એકપણ દિવસ અનિષને જોયા વગર કે મળ્યા વગર રહી શક્તી ન હતી. અનિષને કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જોઈને જ રિધમની આંખમાં આંસુ આવી ગયાં હતાં. સાયબર કાફેમાંથી ઘરે આવીને તેની મમ્મીને વળગી પડી હતી. મમ્મી પણ રિધમને ચોંટી પડી હતી અને તેની આંખમાં પણ આંસુ આવી ગયાં હતાં પણ આ હર્ષના આંસુ હતા. રિધમને ખુશ જોઈને મમ્મી પણ આજે ખૂબ ખુશ હતી. કારણ કે આજે બરાબર છ મહિના પછી રિધમને અનિષ સાથે વાત થઈ હતી. અનિષ અને રિધમ બંને આમને-સામને રહેતા હતા, બંને