ક્રિસમસ ટ્રી

  • 1.4k
  • 380

"અરે ધીરજ ધરો બાળકો, શાંત થઈ જાવ! હું જાણું છું કે તમે બધા ક્રિસમસ ટ્રીને શણગારવા માટે ઉત્સાહિત છો, પરંતુ જો તમે તમારી લાઇનની બહાર દોડી આવશો, તો તમને ચાન્સ મળશે નહીં. યાદ રાખો."સેન્ટ ઝેવિયરના અનાથાશ્રમની મેટ્રન મારી બાજુમાં એક ઉંચી ખુરશી પર બેઠી અને દરેક બાળકને, જ્યાં પણ તે કહે ત્યાં મારા પર આભૂષણ લગાવા આપતી ગઈ.હું? હું એક ક્રિસમસ ટ્રી છું. હું છું તો નકલી, પણ મને મારા પર ગર્વ છે. લાંબો, સુંવાળો, લીલોછમ અને તદ્દન ગમી જાઉં એવો છું. તેમ છતાં હું કહીશ કે હું એક અજીબ જીવન જીવું છું જેની કોઈએ પણ કલ્પના નહીં કરી હોય.