લવ રિવેન્જ પ્રકરણ-37 લગભગ એક વર્ષ પહેલાં ………(કોલેજનું બીજું વર્ષ)“તમે મારો વિડીયો વાઇરલ ગ્રૂપમાં નાંખી દીધો....!?” બીજાં દિવસે સવારે કોલેજ પહોંચતાંજ આરવે કોલેજની બિલ્ડીંગ તરફ જઈ રહેલી લાવણ્યાને પૂછ્યું. “પાછું તમે...!?” લાવણ્યાએ વ્યંગ કરતાં હસીને કહ્યું. “ઓહ સોરી...! આઈ મીન તે વાઈરલ ગ્રૂપમાં મારો વિડીયો નાંખી દીધો...!?” પોતાની “ભૂલ” સુધારીને આરવ બોલ્યો. “કેમ શું થયું...! એમાં...!?” લાવણ્યાએ પૂછ્યું. બંને હવે કોલેજની બિલ્ડીંગના કોરિડોરમાં ચાલી રહ્યાં હતાં. “કઈં નઈ...! મને બધાં મેસેજ કર્યા કરે છે...! વખાણ કર્યા કરે છે....! “આરવ બોલ્યો “હું સવારનો કોલેજ આયો ત્યારનો જે મળે એ બધાંજ વખાણ કર્યા કરે છે...!” “તો