અજીબ કહાની પ્રિયાની.... - 2

(32)
  • 3.8k
  • 3
  • 2.2k

માયાએ લેડીઝ લોકો સામે જોયું ને પછી બોલી,"તમે આરામથી બેસી વાતો કરો, હું તમારાં બધાં માટે ઝટપટ રસોઈ બનાવી દઉં છું" "એ, ના. અમે આટલાં બધાં જણ છીએ. તમે ક્યાં હેરાન થશો." છોકરાં પક્ષવાળાં તરફથી એક ડાહ્યા બેન બોલ્યા."એમાં શું હેરાન. નહિ વાર લાગે.""અમે બીજી વખત આવશું ત્યારે જમીને જ જશું. તમે બેસો."બીજાં એક બહેન બોલ્યાં."તો તમને જે ચાલે એ બનાવી દે. એમનેમ તો જવાનું જ નથી." કમલેશે કહ્યું."સરસ , કડક, મીઠી ચા બનાવો, બસ થઈ ગયું." એક ભાઈ બોલ્યાં."હમણાં જ બનાવી લાઉં છું." એવું કહી માયા અંદર કિચનમાં ગઈ."હું પણ આવું છું." એમ કહી પ્રિયા એની પાછળ ગઈ. માયાએ ચા મૂકી