અજીબ કહાની પ્રિયાની....- 5

(34)
  • 5.4k
  • 3
  • 2k

પ્રિયા ઘરે આવી. માયાભાભી બાજુવાળાં લતાબેન સાથે પેસેજમાં ઉભા વાતો કરી રહ્યાં હતાં. પ્રિયા લતાબહેન સામે જોઈ, સહેજ હસી અંદર પોતાનાં રૂમમાં ગઈ. બૅગ રાખી. બુક્સ ટેબલ પર મૂકી.હાથ - મોઢાં ધોયા ને બહાર જમવા માટે આવી. "ભાભી..., ભાભી...." જરા મોટા અવાજે એણે માયાભાભીને બોલાવ્યાં. "એ...આવી...." ભાભીએ બહારથી જવાબ આપ્યો."તમે જમી લીધું છે?" બહારથી ભાભી અંદર આવ્યાં એટલે પ્રિયાએ પૂછ્યું."ના..ના.., તમારી રાહ જોતી હતી.""ચાલો તો જમી લઈએ.""હા, ચાલો જમી લઈએ.""મોટાભાઈ......""એ પોતાનાં ટાઈમ પર આવી, જમીને ગયાં છે." પ્રિયા વાત પૂરી કરે એ પહેલાં જ માયાભાભી કહી દીધું. જમતાં - જમતાં પ્રિયાએ ભાભીને પોતાની એક્ઝામ્સ આવી રહી છે એ વાત કરી. લાયબ્રેરીમાં વધુ સમય