રેસ્ટોરન્ટમાં આવતા આવતા હસી હસી ને વાત કરતા બંનેને જોઈને સૌ ખુશ થતા હતા કારણકે ફાઇનલી એમના વિવેકસર આવી પહોંચ્યાં હતા. જે લોકો પ્રગતિને ઓળખતા હતા એ પ્રગતિને પેહલીવખત જોઈને ખુશ હતા. અંદર ટેબલ સુધી પોહચતાં પોહચતાં વિવેક એ બે વાર પ્રગતિની પીઠ થપથપાવી આવા દ્રશ્યો પોતાની આંખ સામે જોઇને જુલી ધુંઆપુઆ થઈ ગઈ અને એને પોતાનો ઈરાદો વધુ મજબૂત કર્યો....... મોટા લંબચોરસ ટેબલની બંને બાજુ સૌ વ્યવસ્થિત ગોઠવાયા હતા વિવેકના આવતા જ એની ખાલી ખુરશી પણ ભરાય ગઈ. વિવેકની એક તરફ પ્રગતિ બેઠી હતી તો બીજી તરફ જુલી. ચા, કોફી, જુયસ પછી