આહવાન - 49

(50)
  • 3.7k
  • 2
  • 1.5k

મિકિનનો આખો પરિવાર આખરે ઘરે આવી ગયો. ઘરે આવતાં જ ન્યુઝ ચાલુ કર્યા ત્યાં તો બ્રેકિંગ ન્યુઝ શરું પણ થઈ ગયાં હતાં." મિસ્ટર અરોરાની પૂર્વ મંત્રી મિકીન ઉપાધ્યાયને જાનથી મારી નાખવાની યોજના અસફળ. મોટી પદવી ધરાવતાં બે સાળાઓ સહિત ચાર વ્યક્તિની ધરપકડ." મિકિનને થોડી ઈજા થઈ હોવાથી એને આરામની પણ જરૂર છે‌ . બાળકો આજે આખાં પરિવારને સાથે જોઈને ખુશ થઈ ગયાં. શૈલી તો સીધી કાજલ અને મિકિનને જોઈને વળગી જ પડી. એણે કેટલાંય સવાલો કરી દીધાં. વિધિ તો હસતાં રમતાં પરિવારને જોઈ જ રહી. એ બધાંને જોઈ રહી છે એમાં પણ એક ખુશી સાથે છુપાયેલું દર્દ પણ સ્પષ્ટ વર્તાઈ