સંસ્કાર-પ્રકરણ-૨થોડીવારમાં જે ટોળું આગળ જઈ પરત આવેલ હતું તે ટોળું પાછું ચાલી ગયું હતું. ટોળાંના ડર થી ભાગી રહેલ યુવતી ઠંડી તેમજ માનસિક થાકથી થાકી ગયેલ હતી. જેથી સુવાની સાથે તેની આંખ પણ મળવા લાગી અને શાંતિથી નચિંત પણે બાજુવાળી વ્યકિતના સહારાથી સુઈ ગયેલ હતી. આ દરમિયાન જ જે વ્યક્તિ બાજુમાં સુઇ રહેલ હતી, તેણે થોડો સળવળાટ કર્યો આથી યુવતી સાવધાન થઈ ગઈ. પરંતુ આ શું ! પેલી જે વ્યક્તિ સુધી રહેલ હતી તે વ્યક્તિએ તેનો ધાવળો તેને ઓઢાડી રહી હતી. એટલે તે બિલકુલ ડર વગર સૂઈ રહી. વધુ પ્રમાણનો થાક, કડકડતી શિયાળાની ઠંડી અને બાજુમાં જે વ્યક્તિ સૂઈ રહેલ તેની ગરમ હૂંફને કારણે નિર્ભય બની સૂઈ રહેલ હતી. આમને આમ રાત્રી નો અંત આવ્યો. સવારની ખુશનુમાની શરૂઆત થઈ. મારી આંખ ખુલતા મારી બાજુમાં જે વ્યક્તિ સૂઈ ગયેલી હતી, આ વ્યક્તિ એના ગણવેશ ઉપરથી