લોકડાઉનમાં લગ્ન

(17)
  • 3.4k
  • 3
  • 1.3k

લજ્જા પેન્ટ-ટી શર્ટમાં સજ્જ પોતાની ઓફિસની બહાર યુગની રાહ જોતી ઉભી રહી હતી, પળે પળે તેના હ્રદયના ધબકારા વધી રહ્યા હતા. વારંવાર યુગને ફોન કરી રહી હતી કે, " કેટલે પહોંચ્યો યુગ તું અને કેટલી વારમાં આવે છે...?? " યુગ પણ શું કરે...?? છેક ગાંધીનગરથી સુરત પહોંચતાં જે સમય લાગે તે તો લાગે જ ને...?? યુગ પોતાના બે મિત્રોને લઈને લજ્જાને લેવા માટે પરોઢિયે ચાર વાગે ઉઠીને તૈયાર થઈને નીકળી ગયો હતો. યુગ અને લજ્જા બંને તે આખીય રાત ઊંઘ્યા ન હતા...બસ, સવાર ક્યારે પડે તેની રાહ જોવામાં જ આખી રાત વીતી ગઈ હતી. લજ્જા ખૂબજ રૂપાળી અને હોંશિયાર છોકરી