તણખા – દિવ્યેશ ત્રિવેદી

  • 1.5k
  • 546

દાળ ઉકળી ગઈ હતી. સ્ટવ બંધ કરીને એ રોટલીનો લોટ બાંધવા બેઠી. દશ વાગ્યે પતિને ઓફિસે જવાનું છે અને સાડા નવે બધું જ તૈયાર થઈ જવું જોઈએ એ વાતનો સતત ખ્યાલ રહેતો હતો. ઝટપટ લોટ બાંધી દીધો. સગડીમાં કાકડી મૂકી. બરાબર કોલસા ભર્યા અને શૂન્ય થઈને જોતી રહી. પતિ છાપું વાંચતા હતા. નાહીને આવશે અને જમવાની ઉતાવળ કરશે. આ સગડી પણ કમબખ્ત સળગતી નથી જલ્દી! વિચારોમાં ખોવાઈ ગઈ. હું આટલું બધું કરું છું. સવારથી સાંજ સુધી એમની જ ફિકર કરતી રહું છું. છતાં… હોય હવે! ના, પણ સવારથી રસોડામાં લાગી જાઉં છું કે જેથી એમના જતાં