વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 15

  • 2.5k
  • 1
  • 868

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|15|“એ તને એવુ નહી લાગતુ તારા કરતા તો પેલો સલમાન જ.....વધારે ફાસ્ટ ચલાવી શકે.” પેડલ મારવાનુ બંધ કરીને એણે પાછળ ફરી મારી સામે જોયુ. “પાંચ જ કીલોમીટર તો છે ખાલી. આટલી ઝડપે તો કેમના પહોંચીશુ સન રાઇઝ પહેલા.” ફોન પર લોકેશન જોઇને મારી તરફ ઇશારો કર્યો. માંડ-માંડ પેડલ મારતો હુ પાછળ ઢસળાતો આવતો હતો.“બીજુ બધુ પછી પણ ખાલી ક...ઇ....દઉ હુ સોલ્જર નથી.” મે હાંફતા-હાંફતા કહ્યુ. “એ બ્રેક તો લગાવ યાર.” “ઇન યોર ડ્રીમ્સ મીસ્ટર.” અચાનક જ મને કાંઇ મગજ મા આવ્યુ “એક મસ્ત આઇડીયા છે. સાંભળ આપણે આવ્યા આ રસ્તે થી બરોબર.” એના જવાબની રાહ જોતો હુ અટક્યો. “હા