હસતા નહીં હો! - 10 - હાય રે.....મારા ચાર કલાક

  • 3.9k
  • 1.3k

"તો પણ તને કોઈએ કહ્યું હતું ત્યાં જવાનું?એવું થતું હોય તારી સાથે તો ન જવાય દોઢા!"જ્યારે જ્યારે હું મારા જીવનની કોઈ અતિશય કરુણ ઘટના મારા માતા પિતાને કહું ત્યારે એ લગભગ અભણ,નવરો,દોઢો, ઉતાવળિયો આવા મારા અનેક વિશેષણોમાંનું એક વિશેષણ વાપરીને મને આ મુજબનું વિધાન સંભળાવે છે.જ્યારે મારા મિત્રોને કહું છું ત્યારે પરજ્ઞાતિમાં પરણવાની માતા પિતાએ ના પાડી હોય, એનો છોકરો મેળામાં રમકડાં લેવાની જીદ પકડીને ધૂળમાં બેસી ગયો હોય એમ મારી સામે જુએ છે અને મને ઉપરનું બ્રહ્મવાક્ય સંભળાવે છે.ખબર નહિ,હું કોઈને પણ મારા જીવનની કરુણ ઘટનાઓ કહું ત્યારે એ ખડખડાટ હસવા લાગે છે.એ હસનાર જાણે મારા લાગેલા ઘા