અનુભવ

(18)
  • 2.4k
  • 654

અંજલી વાંચવા બેસ , તને મેં કેટલી વાર કીધું કે મારે તારું કાંઈ કામ નથી. પરીક્ષા હોય ત્યારે તારે રસોડામાં આવવાની કોઈ જરૂર નથી. સારી રીતે ભણીલે. સારી નોકરી મળશે તો રસોઈ માટે તો કોઈ માણસ રાખી લેવાશે. જ્યારે ને ત્યારે રસોડા માં અખતરા કરવા ના રહેવા દે...આ મારી જેમ ઘરમાં રહેશે તો રસોડામાંથી છૂટશે જ નહીં. અરે જા , ફાઇનલ ઇયર છે , સરખું વાંચ .એક બે જગ્યાએ નોકરી માટે વાત કરી રાખી છે. સરોજે એની ટીનેજ દીકરી અંજલી ને કહ્યું . પણ અંજલી કિચનમાંથી ખસી જ નહી. એતો મઝાથી બાઉની બનાવતી જ રહી. અંજલી ને ખાવા કરતાં જાતજાતની રેસિપી બનાવવામાં વધારે