મિત્રધર્મ

(36)
  • 4.6k
  • 1
  • 1.5k

જે એન્ડ જે સાયન્સ કોલેજ ની કેન્ટીનમાં ચાર મિત્રો ભેગા થઈને ચર્ચા કરી રહ્યા હતા. આજે કોલેજ નો છેલ્લો દિવસ હતો. ગેટ ટુ ગેધર જેવું વાતાવરણ હતું. હવે રીઝલ્ટ આવી જાય પછી સૌ પોતપોતાના માર્ગે આગળ વધવાના હતા. ફરી કોલેજમાં ભેગા થવાનો અવસર હવે મળવાનો નહોતો. આદિત્ય ભૈરવી માધવી નિસર્ગ અને જયદીપ. આ પાંચ મિત્રોનું ગ્રુપ હતું. નિસર્ગ આજ કોલેજ નહોતો આવ્યો. બાકીના ચાર મિત્રો નાસ્તા નો ઓર્ડર આપીને કેન્ટીનમાં ચર્ચા કરી રહ્યા હતા. " જયદીપ તારો આગળનો શું પ્લાન છે હવે ? આદિત્ય તો અમેરિકા જતો રહેવાનો." માધવી બોલી. " રીઝલ્ટ ઉપર બધો આધાર છે માધવી. પાસ તો થઈ