રંગો – દિવ્યેશ ત્રિવેદી

  • 1.9k
  • 502

ઉનાળાની સવારનો પીળો સૂરજ મારી આંખમાં ધુમ્મસ પૂરી રહ્યો હતો. ઝાંખા ઝાંખા પ્લેટફોર્મ પરથી મારી ટ્રેન કાળી કાળી વ્હિસલ મારીને અલ્હાબાદ છોડી રહી હતી. જાત જાતના અવાજો આવતા હતા. બધા જ અવાજો સડેલા હતા. એક ખૂશ્બુદાર અવાજ વારંવાર લીલી લીલી ઠંડી-શીતળ અને માદક હવા વેરતો અથડાતો હતો. ‘આવજો’ – એની પાછળ એક મધૂરું સ્મિત હિલોળાં લેતું હતું. એ સ્મિત હતું. હાસ્ય ન હતું – હોઠ અને આંખનો સંબંધ પણ સ્પષ્ટ તરી આવતો હતો. આંખોમાં તરવરતી ભીનાશ પણ કુંવારી હતી. મારા માટે કુંવારી હતી. કારણ કે મેં એ આર્દ્રતા કદાચ પહેલી વાર જ જોઈ હતી. નિહાળી હતી.