સાંબ સાંબ સદા શિવ - 4

  • 3.1k
  • 1
  • 1.3k

પ્રકરણ 4 અમારી વચ્ચે જે વાત થઈ એ મને જેવી યાદ છે તેવી કહું છું. અઘોરા અને સન્યાસી હિંદીમાં વાત કરતાં હતાં. મારી સાથે વાતની ભાષા પણ હિંદી હતી. સન્યાસી ચહેરા અને દેખાવનાં ફીચર્સ પરથી નોર્થઇસ્ટ બાજુના, આસામ કે મેઘાલયના લાગતા હતા પણ ત્યાંના લોકો તો ઠીંગણા હોય. તેમનો બાંધો તો વિશાળ હતો. તેઓ સંસ્કૃતમય હિન્દી શુદ્ધ ઉચ્ચારોમાં બોલતા હતા. અમારી વચ્ચે લગભગ આ પ્રકારની વાત થઈ. તેઓ : "તને ખબર છે બેટા, અમે અઘોરીઓ શું છીએ?" હું : "અઘોરીઓ.. આપ અને હવે હું, શિવજીના ભક્તો છીએ. આરાધના કરનારા, પણ કોઈ એક અલગ, વિચિત્ર માર્ગે."   તેઓ: (ગુસ્સામાં) " હુ..