પ્રગતિ ભાગ - 12

(12.8k)
  • 3.5k
  • 1
  • 1.9k

પ્રગતિએ પોતાને સાચવીને ગાડી પાર્ક કરી. બંને જણા અંદર ગયા. એક કોર્નરના ટેબલ પર ગોઠવાયા કે જ્યાં અન્ય લોકોથી થોડી પ્રાઇવસી મળી રહે. પ્રગતિ ખુરશી પર માથું ટેકવી આંખો બંધ કરી પોતે કઈ રીતે રોહિત સાથે વર્તશે ? શું કહેશે ? શું નહિ ? ની ગણતરીમાં વ્યસ્ત હતી તો આયુશી દરવાજે એકધારું તાકીને રોહિતની રાહ જોઈ રહી હતી દરવખતે દરવાજો ખુલે ત્યારે કદાચ રોહિત હશે ! એવું એને લાગી રહ્યું હતું.... આયુશી અને પ્રગતિ હજુ પણ એ જ સ્થિતિમાં આવનારી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર થતા હતા. થોડીવાર થયા પછી આયુશી મનોમન ગભરાય રહી હતી