વીતેલી ક્ષણોનું પુનરાગમન – દિવ્યેશ ત્રિવેદી

  • 1.6k
  • 356

રાતના લગભગ અઢી વાગવા આવ્યા હતા મંદાબહેનની આંખમાં ઊંઘ નહોતી. ક્યારનાં એ પાસાં ઘસતાં હતાં. એમના પતિ સુધીર દેસાઈનાં નસકોરાં બોલતાં હતાં. આજે પહેલી વાર એવું બન્યું હતું કે સુધીરભાઈ ઘસઘસાટ ઊંઘતા હોય અને મંદાબહેન હજુ જાગતાં હોય. બાકી વર્ષોથી એવો ક્રમ ગોઠવાઈ ગયો હતો કે જમ્યા પછી તરત જ મંદાબહેનને બગાસાં આવવા માંડે. એ સૂઈ જાય પછી કલાકેક રહીને સુધીર દેસાઈ બેડરૂમમાં પહોંચે. આજે રાત જ નહીં, દિવસ પણ અપવાદરૂપ હતો. બપોરે રૂપાએ વાત કરી ત્યારથી મંદાબહેન વિચારે ચડ્યાં હતાં. એમના ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે લોકશાહીયુક્ત હતું. રૂપા એમની એકની એક દીકરી હતી. ઘરમાં પતિપત્ની, માતા-પિતા