સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 3

  • 7.3k
  • 2.8k

પ્રકરણ 3. નાડી ઓરા-કુંડલિની-નાડી અને ૭ ચક્રોની આ યાત્રામાં આભામંડળ (Aura) તથા કુંડલિની વિષે જાણ્યા બાદ 'નાડી' વિષે સમજીએ. લાગણીઓના ધસમસતા પૂરને સાથે જ લઈ આવે તેવા વિચારોનાં વમળમાં કોઈ વાર ફસાયા છો? તે વખતની સ્થિતિ યાદ આવે છે? ન આવે તો આજે તેવી સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરીએ. થોડી વાર માટે આંખ બંધ કરીએ, કોઈ એવો વિચાર મનમાં લાવીએ કે જે ભાવનાઓના ઘોડાપૂરમાં તાણી જાય - કોઈ પણ પ્રકારની ભાવના. આ સમયે ધ્યાનથી માનસિક નોંધ લઈએ કે શરીરમાં ઊર્જાનો પ્રવાહ કઈ રીતે ફરી રહ્યો છે, ક્યાં ફરી રહ્યો છે. આધુનિક વિજ્ઞાન નર્વસ સિસ્ટમની કોઈ થીઅરી સાથે આ વસ્તુની સમજણ