સમર્પણ - 37

(63)
  • 4.5k
  • 4
  • 1.9k

આગળના ભાગમાં આપણે જોયું કે વિસામોના વડીલો પણ એકાંત અને દિશાને સાથે જોવા માંગે છે. બીજી તરફ અવધેશભાઈ જયાબેનને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પોતાના વીતેલા સંભારણા એક પછી એક યાદ કરી અને જયાબેનને બધું યાદ કરાવે છે. પોતાના સાથની વાત કરતાં-કરતાં અવધેશભાઈ જયાબેનનો હાથ પકડીને દિશાબેન વિશે વાત કરે છે. જયાબેન હાથ પાછો ખેંચી લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અવધેશભાઈ ભારપૂર્વક તેમનો હાથ પકડી હકીકત વિશે અવગત કરે છે, જયાબેન પણ પોતાની જાતને દિશાની જગ્યાએ મૂકીને જુએ છે, તેમનું મન તો માની જાય છે, પરંતુ સમાજની બીક તેમને સતાવે છે, અવધેશભાઈ સમજાવે છે કે સમાજ કાલે બધું જ ભૂલી જશે,