બેશરમ બેવફાઈ – દિવ્યેશ ત્રિવેદી

  • 2.6k
  • 1
  • 896

જનકને હૉસ્પિટલમાં દાખલ કર્યો છે એવા સમાચાર મળ્યા ત્યારે સ્વાભાવિક જ આંચકો લાગ્યો. એણે આત્મહત્યાની કોશિશ કરી હતી એવું જાણ્યા પછી એ આંચકો આધાતમાં ફેરવાઈ ગયો. હૉસ્પિટલમાં એની ખબર કાઢી ત્યારે એક પોલીસ કોન્સ્ટેબલ એની ચોકી કરી રહ્યો હતો. આત્મહત્યાની કોશિશ કરવાના આરોપસર એની સામે પોલીસ કેસ થયો હતો. એક દિવસ બેભાન રહ્યા પછી બીજે દિવસે એનામાં કંઈક હોશ આવ્યા હતા. છતાં એ કંઈ જ બોલતો નહોતો. એની આંખો સજળ હોવા છતાં એક પ્રકારના રોષથી બળતી હોય એવું જણાઈ આવતું હતું. જનકને હૉસ્પિટલમાં દાખલ કર્યો એ જ દિવસે સાંજે એના પિતા મહેસાણાથી આવી ગયા હતા. એમના