લવ રિવેન્જ - 39

(101)
  • 7.5k
  • 5
  • 3.4k

લવ રિવેન્જ પ્રકરણ-39 “આરવ કરણસિંહ રાજપૂત....!” નેહાએ બોલેલાં શબ્દોનાં લાવણ્યાનાં કાનમાં પડઘા પડવા લાગ્યાં “સિદ્ધાર્થ કરણસિંહ રાજપૂત....!”“સિદ્ધાર્થ કરણસિંહ રાજપૂત....!” સ્ટેજ ઉપર સોંન્ગ ગાઈ લીધાં પછી પબ્લિકનું અભિવાદન ઝીલી રહેલાં સિદ્ધાર્થ સામે ફાટી આંખે હતપ્રભ થઈને જોઈ રહી લાવણ્યા ધીરેથી બબડી “સિદ્ધાર્થ કરણસિંહ રાજપૂત....!”“હેં શું ….!? શું કીધું તે લાવણ્યા...!?” લાવણ્યાની જોડે ઊભેલી અંકિતા જેનું ધ્યાન હમણાં સુધી સ્ટેજ તરફ તેમજ ભીડની ચિચિયારીઓ તરફ હતું તેનું ધ્યાન હવે લાવણ્યા તરફ ગયું. “આરવ......સિદ્ધાર્થ.....!” હતપ્રભ લાવણ્યા એજરીતે બબડી રહી હતી. જોડે ઊભેલી નેહાનાં ચેહરા ઉપર જાણે સંતોષનું કુટિલ સ્મિત હતું. “આરવ...!?” લાવણ્યાનાં મોઢે આરવનું નામ સાંભળી અંકિતાને નવાઈ લાગી “તને અત્યારે