મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૧૪

  • 3.3k
  • 1.3k

ભવાઈ અને પ્રદર્શન દ્વારા સમાજ જાગૃતિ આહવાન. "હવે તો સમાજને જગાડવો જ છે!" એવા ઉત્સાહમાં અમારા ધોરણ નવના બાળ સામાજિક કાર્યકર ,વિવિધ સામાજિક સમસ્યાઓ પર જાગૃતિનું કાર્ય કરી રહ્યા હતા, ત્યારે આગળના પ્રકરણમાં જણાવ્યું તેમ ઉત્સાહમાં વધારો કરે તેવા બીજા ૨ સૂચન ટ્રસ્ટી શ્રી પૂજ્ય દાદાજીએ એ કરેલ...તે તરફ આગળ વધ્યા : "આ સામાજિક જાગૃતિ અભિયાન નું નાટક સ્વરૂપ તૈયાર કરો અને તે શેરી નાટક સ્વરૂપે શહેરના જુદા જુદા ભાગોમાં રજૂ કરો.અને બીજું સામાજિક જાગૃતિ અભિયાન નું પ્રદર્શન તૈયાર કરવું. આતો બાળકોમાં વધુ ગુણ ખીલવવાની વાત થઈ ગઈ. બાળકોને