માતૃઋણ

  • 3.8k
  • 858

ફાયર.... કૃપાલસિંહ ચલા ગોલી... મેં હું અભી તેરે સાથ... ગોળીઓના અવાજ થી આખુંય વાતાવરણ એકદમ ભયાવહ બની ગયું હતું. મેજર વિજયકુમાર સિંહા અને તેનો એક જ સાથી કૃપાલસિંહ હવે બચ્યા હતા. હજુ પણ લગભગ ત્રણ જેટલાં આતંકવાદીઓ છુપાયા હોઈ તેવી આશંકા હતી.લગભગ ચોવીસ કલાક થી વધુ સમય થી માત્ર ગોળીઓ અને બોમ્બ ના જ અવાજો સંભળાઈ રહ્યા હતાં. આમ પણ કાશ્મીર નું પુલવામા શહેર આવા જ સૌથી વધુ ખતરનાક અવાજોથી હવે પરિચિત થઈ ગયું હતું. કૃપાલસિંહે ઈશારા થી વિજયકુમાર ને કહ્યું કે હવે તેની પાસે ગોળીઓ ખલાસ થઈ ચૂકી હતી. વિજયકુમાર ગોળીઓનો મારો ચલાવતાં- ચલાવતાં કૃપાલ સિંહ પાસે પહોંચ્યા