રેડ અમદાવાદ - 7

(17)
  • 3.2k
  • 1
  • 1.4k

બોપલથી ભાડજ સુધીનો રીંગ રોડ આશરે ૨૦ મિનિટનો કાળ ગળી જતો. આ સમયમાં સોનલ વિચારે ચડી. આખરે ભટ્ટ ક્યાં હશે? શું થયું હશે? શું આ કોઇ હત્યાઓની હારમાળા સર્જાઇ રહી છે? કોણ છે આની પાછળ? વિચારોની બંદ દિવાલોને બિપીને અચાનક મારેલી બ્રેકના ઝટકાએ તોડી. સોનલ વાસ્તવિકતામાં પાછી ફરી. બિપીને બ્રેક મારી તે જગા સાયન્સ સીટી સર્કલ હતી. ત્યાંથી તેમણે ભાડજ તરફ જવા ડાબો હાથ પકડવાનો હતો. મેઘાવીની ગાડીને સોનલે તેમનાથી થોડી જ આગળ જતા નિહાળી. સોનલે બિપીનને તેમની પાછળ જ રહેવા જણાવ્યું. એટલામાં જ સોનલનો ફોન રણક્યો. ‘મેડમ...! પોલીસ કંટ્રોલ તરફથી જાણવા મળ્યું છે કે ભાડજ હરેકૃષ્ણ મંદિર