રેડ અમદાવાદ - 8

(14)
  • 3.1k
  • 2
  • 1.3k

સોનલ બિપીન સાથે ભટ્ટની હત્યા સ્થળેથી પોલીસ સ્ટેશન માટે રવાના થઇ. ચિરાગને તેણે સાથે આવવા સૂચવ્યું હતું. ચિરાગ પણ કેસ વિષે પોલીસ પાસે રહેલી માહિતી જાણવા માંગતો હતો, આથી સોનલના કહેતાની સાથે જ તેની સાથે સ્ટેશન જવા તૈયાર થઇ ગયેલો. સોનલ પાછળની સીટ પર અને ચિરાગ બિપીનની બાજુમાં જ આગળની સીટ પર બિરાજેલો. સુમો ભાડજ તરફના માર્ગ પર ગતિમાં હતી. ચિરાગ મોબાઇલની સ્ક્રીન પર આંગળીઓના ટેરવા પછાડી રહેલો. સોનલ બારીમાંથી બહારની તરફ નજર નાંખી રહેલી. આંખો ખુલ્લી હતી, પરંતુ મન વિચારોમાં રમી રહેલું. મનહર પટેલ અને ઇંદ્રવદન ભટ્ટના કેસ વચ્ચેની કોઇ સમાન દોરી પકડવા પ્રયત્ન કરી રહેલું. બંને કેસની